-->

છોટાઉદેપુર જિલ્લાની આશ્રમશાળા માં શિક્ષણ સહાયક ભરતી ૨૦૨૩ - આ રીતે કરો અરજી

JOIN US ON WHATSAPP Join Now

છોટાઉદેપુર જિલ્લાની  આશ્રમશાળા માં શિક્ષણ સહાયક ભરતી ૨૦૨૩ - આ રીતે કરો અરજી : છોટાઉદેપુર જિલ્લાની  આશ્રમશાળા માં શિક્ષણ સહાયક ની જગ્યાઓ માટે ઉમેદવારોને અરજી કરવા માટે આમંત્રિત કરતી રોજગાર સૂચના બહાર પાડી છે આ રસ ધરાવતા ઉમેદવારો માટે એક શ્રેષ્ઠ તક છે  વધુ વિગતો માટે નીચેનો લેખ વાંચો.

આશ્રમશાળા માં શિક્ષણ સહાયક ભરતી ૨૦૨૩


આશ્રમશાળા માં  નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. પોસ્ટ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે/તેણી આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડ અને અન્ય શરતોને પૂર્ણ કરે છે. . ઉમેદવારોને અરજી સબમિટ કરતા પહેલા શૈક્ષણિક લાયકાત અને અન્ય પાત્રતા માપદંડોની વિગતો માટે સંપૂર્ણ જાહેરાત કાળજીપૂર્વક વાંચવાની સલાહ આપવામાં આવે છે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી, છોટાઉદેપુર જિલ્લાની આશ્રમશાળા માં શિક્ષણ સહાયક ભરતી ૨૦૨૩ માટેની છેલ્લી તારીખ વિશે વધુ વિગતવાર માહિતી નીચે દર્શાવેલ છે.

છોટાઉદેપુર જિલ્લાની આશ્રમશાળા માં શિક્ષણ સહાયક ભરતી ૨૦૨૩


સંસ્થાનું નામ: આશ્રમશાળા

પોસ્ટની કુલ સંખ્યા: 5

પોસ્ટના નામ:  શિક્ષણ સહાયક


અરજી કરવાની રીત: -ઓફલાઈન 

શૈક્ષણિક લાયકાત: 

આ પોસ્ટ માટે અરજી કરવા માટે રસ ધરાવતા ઉમેદવારો B.A ,M.A,B.eD ,TAT 1-2પાસ હોવા જોઈએ 

વય મર્યાદા 


ઉમેદવારોની વય મર્યાદા સરકાર શ્રી ના નિયમ મુજબ હોવી જરૂરી છે.

પે સ્કેલ 

સરકારી ધારા ધોરણ મુજબ પગાર .


નોંધ: શૈક્ષણિક લાયકાતની સંપૂર્ણ વિગતો, વય મર્યાદા, પગાર ધોરણ, ગ્રેડ પગાર, પસંદગી પ્રક્રિયા વગેરે વિગતો ઉમેદવારોએ સત્તાવાર સૂચનાની મુલાકાત લેવી જરૂરી છે જે આ ખાલી જગ્યા સૂચના પર નીચે આપેલ લિંક છે.

 છોટાઉદેપુર જિલ્લાની આશ્રમશાળા માં શિક્ષણ સહાયક ભરતી ૨૦૨૩ કેવી રીતે અરજી કરવી?

ઉમેદવારે ઉપરોક્ત લાયકાત સંદર્ભે જરૂરી તમામ પરીક્ષાઓ તથા રાજ્ય સરકારશ્રી દ્વારા નિયત થયેલ સંબધિત વિષય (લાગુ પડતો હોય તે) TAT-2 (ઉ.માધ્ય) ની પરીક્ષા અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં પાસ કરેલ હોવી જોઈએ. તેમજ તેની જાહેરાતની તારીખે પાંચ વર્ષની સમય મર્યાદા પૂર્ણ થયેલ ન હોવી જોઈએ.

 શૈક્ષણિક અને તાલીમી લાયકાત અનુક્રમે યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન તથા નેશનલ કાઉન્સીલ ફોર ટીચર એજ્યુકેશન દ્વારા માન્ય સંસ્થામાથી જ પાસ કરેલ હોવા જોઈએ. (૩) વય મર્યાદા સરકારશ્રીના વખતોવખતના ઠરાવો અને ધારા ધોરણ મુજબ રહેશે.

 પગાર ધોરણ: સરકારશ્રીની ફિક્સ પગારની નીતિ અને આદિજાતિ વિકાસ વિભાગે નિયત કરેલ નીતિ નીધર્મોનુસાર પાંચ વર્ષ માટે ફિક્સ પગારથી નિમણૂંક આપવામાં આવશે.

 નિમણૂંક પામેલ કર્મચારીએ ગૃહ માતા અને ગૃહ પતિની ફરજ બજાવવાની રહશે. અને નિવાસી આશ્રમ શાળા હોઈ સ્થળ પર ૨૪ કલાક રહીને ફરજ બજાવવાની રહેશે. (૬) ઉમેદવારે જે શાળા માટે અરજી કરી છે તે અરજીના કવર પર શાળાનું નામ અને વિષયનો ફરજિયાત ઉલ્લેખ કરવો અને પાસપોર્ટ સાઇઝનો ક્ષેત્રે અવશ્ય લગાડવો.

એકથી વધુ સરખી લાયકાતવાળી આશ્રમ શાળાઓની જગ્યા માટે ઉમેદવારી નોધાવતા ઇચ્છુક ઉમેદવારે આશ્રમ શાળા વાર અરજીમાં જે આશ્રમ શાળા માટે અરજી કરી છે તેનો કવર ઉપર અને અરજીના હેડિંગમાં વિષય ફરજિયાત ઉલ્લેખ કરી અલગ અલગ આશ્રમ શાળામાં અલગ-અલગ અરજી કરવાની રહેશે.

આદિજાતિ વિકાસ વિભાગ કે શિક્ષણ વિભાગે વખતોવખત નિયત કરેલ સામાન્ય નિયમોનું કર્મચારીએ પાલન કરવાનું રહેશે, લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની લાયકાતના ગુણ પત્રકો અને પમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નકલ સાથે જાહેરાત પ્રસિધ્ધ થયે દિન-૧૦ માં રિજ.પો.એડીથી નીચેના સરનામે સ્વહસ્તાક્ષરે અરજી કરવાની રહેશે. ઉમેદવાર ઈચ્છે તો અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારીશ્રી (આશ્રમ શાળા) ની કચેરી, છોટા ઉદેપુરને મોકલી શકાશે. 

છોટાઉદેપુર જિલ્લાની આશ્રમશાળા માં શિક્ષણ સહાયક ભરતી ૨૦૨૩ માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે 


અરજીઓ મેળવવાની છેલ્લી તારીખ: જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 10 દિવસની અંદર (જાહેરાત પ્રકાશિત તારીખ: 22-08-2023 SANDESH NEWS PAPER BARODA 


છોટાઉદેપુર જિલ્લાની આશ્રમશાળા માં શિક્ષણ સહાયક ભરતી ૨૦૨૩ માટેની મહત્વની લિંક