જ્ઞાન સાધના સ્કૉલરશીપ યોજના હોલટીકીટ ૨૦૨૩
જ્ઞાન સાધના સ્કૉલરશીપ યોજના હોલટીકીટ ૨૦૨૩ : જ્ઞાન સાધના સ્કૉલરશીપ યોજના અંતર્ગત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેરનામાં ક્રમાંક:રાપબો/ જ્ઞા.સા.સ્કી, પરીક્ષા/૨૦૩-૨૪/૫૭૬૯-૫૮૭૭,તા-૧૦/૦૫/૨૦૧૩ થી સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૮ નો સળંગ અભ્યાસ કરી ધોરણ-૮ માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય અથવા આરટીઈ એકટ ૨૦૦૯ની કલમ ૧૯(૧)(સી)ની જોગવાઈ રેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ૨૫% ની મર્યાદામાં જે તે સમયે ધોરણ-૧ માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ - ૮માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય અને તેમના વાલીની આવક આરટીઈ એક્ટ, ૨૦૦૯ની કલમ ૧૨(૧)(સી) ફેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા હાલ શહેરી વિસ્તાર માટે રૂ! ૧,૫૦,૦૦૦ (એક લાખ પચાસ હજાર) અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂા ૧,૨૦,૦૦૦ (એક લાખ વીસ હજાર) કરતા વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે ધોરણ- ૯ થી ૧૨ ના અભ્યાસ માટે “જ્ઞાન સાધના સ્કૉલરશીપ પરીક્ષા"-૨૦૨૩ તા.૧૧/૦૬/૨૦૨૩ના રોજ રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનું આયોજન કરેલ છે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા તા:૧૧/૦૬/૨૦૨૩ ના રોજ ૧૧:૦૦ થી ૧૩:૩૦ કલાક દરમ્યાન રાજ્યના તમામ તાલુકા કક્ષાએ યોજવામાં આવશે. આ પરીક્ષાની હોલ ટિકીટ તા:૦૭/૦૬/૨૦૨૩ ના રોજ સાંજે ૧૭:૦૦ કલાકથી રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.sebexam.org તથા સમગ્ર શિક્ષાની કચેરીના પોર્ટલ https://schoolattendance:ujarat.in પરથી શાળાના આચાર્ય શૈક્ષકની મદદથી ડાઉનલોડ કરી શકાશે. જેની સબંધિતોએ નોંધ લેવા વિનંતી,
પરીક્ષા તા:૧૧/૦૬/૨૦૨૩ ના રોજ ૧૧:૦૦ થી ૧૩:૩૦ કલાક
હોલ ટીકીટ અહીંથી ડાઉનલોડ કરો
Post a Comment