-->

ITI એડમિશન પ્રવેશ જાહેરાત ૨૦૨૨

ITI એડમિશન પ્રવેશ જાહેરાત ૨૦૨૨
JOIN US ON WHATSAPP Join Now

  ITI એડમિશન પ્રવેશ જાહેરાત ૨૦૨૨ 

સરકારી/ગ્રાન્ટ-ઇન-એઇડ/સ્વનિર્ભર ITI માં બીજા રાઉન્ડમાં પ્રવેશ માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવા બાબત

રાજ્યની સરકારી/ગ્રાન્ટ-ઇન-એઇડ/સ્વનિર્ભર ઔધોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પાત્રતા ધરાવતા ઉમેદવારો માટે પ્રવેશ સત્ર ૨૦૨૨માં પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા બાદ ખાલી રહેતી બેઠકો ભરવા માટે બીજા રાઉન્ડમાં ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા તારીખઃ ૦૨/૦૮/૨૦૨૨ થી શરૂ કરાયેલ છે. https://itiadmission.gujarat.gov.in  વેબસાઇટ પરથી ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવા તથા રજીસ્ટ્રેશન ફી ભરી ઓનલાઇન સબમિટ કરવાની તારીખઃ ૦૩/૦૮/૨૦૨૨ ના રોજ સાંજના ૧૮.૦૦ ક્લાક સુધી નિયત કરવામાં આવેલ છે, જેનો પ્રવેશ ઇચ્છુક ઉમેદવારોએ લાભ લેવા જણાવવામાં આવે છે. વધુ વિગતો માટે નજીકની | | ITI ના હેલ્પ સેન્ટર ખાતેથી અને ઉપરોક્ત વેબસાઇટ પરથી તથા નીચે દર્શાવ્યા મુજબના હેલ્પ સેન્ટરો ખાતેથી ટેલિફોન દ્વારા ઓનલાઇન પ્રવેશ ફોર્મ મેળવવા અંગેનું માર્ગદર્શન મેળવી શકશો.

ITI એડમિશન પ્રવેશ જાહેરાત ૨૦૨૨

બીજા રાઉન્ડની પ્રવેશ માટેની અગત્યની સૂચનાઓ | | (૧) બીજા રાઉન્ડ માટે નવીન અરજી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાની તારીખ:

(1) ૦૨/૦૮/૨૦૨૨ થી તારીખ: ૦૭/૦૮/૨૦૨૨ સુધી,

 (૨) ઓનલાઈન રજીસ્ટ્રેશન ફી રૂ।.૫૦/- 

પેમેન્ટ કરવાની તારીખ: ૦૨/૦૮/૨૦૨૨ થી તારીખ: ૦૮/૦૮/૨૦૨૨ સુધી.

(૩) બીજા રાઉન્ડમાં નીચે મુજબના ઉમેદવારો ભાગ લઇ શકશે,

(૩.૧) બીજા રાઉન્ડમાં નવી અરજી કરનાર ઉમેદવાર,

(૩.૨) જે ઉમેદવારે પ્રથમ રાઉન્ડમાં અરજી કરેલ હોય પરંતુ કન્ફર્મ ના કરેલ હોય/રજીસ્ટ્રેશન ફી નાં ભરેલ હોય/ોઈસ ફીલિંગ ના કરેલ હોય તેવા ઉમેદવાર રજીસ્ટ્રેશન ફી

।.૫૦/- ભરી ભાગ લઇ શકશે.

(૩,૩) જે ઉમેદવારને પ્રથમ રાઉન્ડની કોઈપણ ચોઈસ પર પ્રવેશ મળેલ ના હોય,

 (૩.૪) જે ઉમેદવારની અરજીમાં ખોટી વિગતો હોવાને લીધે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ રદ થયેલ હોય.

 (૩.૫) જે ઉમેદવારને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળેલ હોય અને બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા સહમતી પોર્ટલ પર પોતાના લોગીનમાંથી આપવાથી,

(૩.૬) જે ઉમેદવાર પોતાની સ્વેચ્છાએ પ્રવેશ રદ કરાવેલ હોય તેવા ઉમેદવાર બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઇ શકશે નહિ. આવા ઉમેદવારોએ નવીન ફોમ ભરવાનું રહેશે.

(૪) પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ લીધો હોય અને બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા

 (૪.૧) ઓનલાઈન સહમતી દર્શાવવાની તારીખ: ૦૨/૦૮/૨૦૨૨ થી તારીખ: ૦૭/૦૮/૨૦૨૨ ઈચ્છતા હોય તે માટેની પ્રક્રિયા

(૪.૨) ઉમેદવારે પોતાનો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખનો ઉપયોગ કરી candidate login માં લોગીન કરવાનું રહેશે. 

(૪.૩) ત્યારબાદ તેમાં દર્શાવેલ લીંક બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા સહમતી consent to Participate in Second Round પર ક્લિક કરવાની રહેશે.

(૪.૪) ત્યારબાદ તેમાં પોતાનું રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ નાખી પોતાની સહમતી દર્શાવવાની રહેશે તથા તેમાં દર્શાવેલ સૂચનાઓ ધ્યાનથી વાંચી લેવાની રહેશે. 

(૫) કન્ફર્મ કરેલ ઓનલાઈન અરજીની વિગતોમાં સુધારા વધારા કરવા (Edit Application)

(૫.૧) સુધારા વધારા કરવા સમયગાળો તારીખ: ૩૦/૦૭/૨૦૨૨ થી તારીખ: ૦૩/૦૮/૨૦૨૨

 (૫,૨) પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ ઉમેદવારની અરજીની વિગતોમાં ભૂલ હોવાના લીધે પ્રવેશ રદ થયેલ હોય તેવા ઉમેદવારે પોતાની અરજીની વિગતોમાં નજીકની ITI નાં હેલ્પ સેન્ટર ખાતે જઈ જરૂરી સુધારા વધારા કરાવી લેવાના રહેશે. 

(૫.૩) પ્રવેશના બીજા રાઉન્ડમાં નવીન અરજી રજીસ્ટ્રેશન કરાવેલ હોય અને કન્ફર્મ કરેલ હોય તેવા ઉમેદવાર અરજીમાં કોઈ ભૂલ જણાય તો નજીકની ITI નાં હેલ્પ સેન્ટર ખાતે જઈ જરૂરી સુધારા વધારા કરાવી શકશે.

(૬) બીજા રાઉન્ડ માટે ઓનલાઈન ચોઈસ ફીલિંગ કરવાની તારીખ: ૦૨/૦૮/૨૦૨૨ થી તારીખ: ૦૮/૦૮/૨૦૨૨

(૬.૨) ચોઈસ ફીલિંગ નીચે મુજબના ઉમેદવારોએ કરવાની રહેશે,

(૬૩) બીજા રાઉન્ડમાં નવી અરજી કરનાર ઉમેદવાર

(૬.૪) જે ઉમેદવારે પ્રથમ રાઉન્ડમાં અરજી કરેલ હોય પરંતુ કન્ફર્મ ના કરેલ હોય/રજીસ્ટ્રેશન ફી ના ભરેલ હોય ચોઈસ ફીલિંગ ના કરેલ હોય તેવા ઉમેદવાર જીસ્ટ્રેશન ફી ભરી ભાગ લઇ શકશે.

(૬.૫) જે ઉમેદવારને પ્રથમ રાઉન્ડની કોઈપણ ચોઈસ પર પ્રવેશ ના મળેલ હોય, (૬૬) જે ઉમેદવારની પ્રથમ રાઉન્ડની અરજીમાં ખોટી વિગતો હોવાને લીધે પ્રવેશ રદ થયેલ હોય. 

(૬૭) જે ઉમેદવારને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળેલ હોય અને બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા સહમતી દર્શાવેલ હોય.

તમામ પ્રવેશ ઇચ્છુક ઉમેદવારો, તેમના વાલીઓ અને તમામ અન્ય સંલગ્ન વ્યક્તિઓએ પ્રવેશ પ્રક્રિયા અંગેની રોજબરોજની માહીતી માટે સમાંતરે https://itiadmission, | gujarat.gov.in વેબસાઇટની મુલાકાત લેવા સલાહ આપવામાં આવે છે, તથા ઉક્ત વેબસાઇટ પરની સુચનાઓ ધ્યાને લઇ તેનો અભ્યાસ કરી પ્રવેશ સંબંધિત કાર્યવાહી કરવાની રહેશે.

એડમિશન જાહેરાત | ઓનલાઈન અરજી કરો