AGNIPATH Scheme 2022 Eligibility | Salary | Benefits | Advantage - અગ્નિપથ યોજના
Agnipath Military Recruitment Scheme : આ યોજના અંતર્ગત સેવામાં સામેલ થનાર યુવાઓને અગ્નિવીર કહેવામાં આવશે, ધોરણ 10 અને 12 પાસ વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકશે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે (defence minister rajnath singh)સેનામાં ભરતી પ્રક્રિયામાં મોટા ફેરફાર કરતા અગ્નિપથ ભરતી યોજનાની જાહેરાત (Agnipath scheme)કરી છે. રાજનાથ સિંહે (rajnath singh)જણાવ્યું કે અગ્નિપથ ભરતી યોજના (agnipath recruitment scheme)અંતર્ગત સેનામાં ચાર વર્ષ માટે યુવાનોની ભરતી કરવામાં આવશે. આ સાથે તેમને નોકરી છોડતા સમયે સેવા નિધિ પેકેજ મળશે. આ યોજના અંતર્ગત સેવામાં સામેલ થનાર યુવાઓને અગ્નિવીર કહેવામાં આવશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે સુરક્ષા મામલાની કેબિનેટ કમિટીએ આજે અગ્નિપથની પરિવર્તનકારી યોજનાને મંજૂરી આપવાનો ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. જે અંતર્ગત ભારતીય યુવાઓને સશસ્ત્ર સેવાઓમાં સામેલ થવાની તક આપવામાં આવશે.
અગ્નિપથ યોજનાની ખાસ વાતો
- યુવાઓની ચાર વર્ષ માટે સેનામાં ભરતી કરવામાં આવશે.
- સેનાની ચાર વર્ષની નોકરી પછી યુવાઓને ભવિષ્ય માટે બીજી તકો આપવામાં આવશે.
- ચાર વર્ષની નોકરી પછી સેના નિધિ પેકેજ મળશે.
- આ યોજના અંતર્ગત ભરતી કરવામાં આવેલા મોટાભાગના યુવાનોને ચાર વર્ષ પછી મુક્ત કરી દેવામાં આવશે. જોકે કેટલાક જવાન પોતાની નોકરી યથાવત્ રાખી શકશે.
- 17.5 વર્ષથી 21 વર્ષના યુવાઓને તક આપવામાં આવશે.
- ટ્રેનિંગ 10 સપ્તાહથી લઇને 6 મહિના સુધી રહેશે.
-10માં અને 12માં ધોરણના વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.
- જો કોઇ અગ્નિવીર દેશ સેવા દરમિયાન શહીદ થઇ જાય તો તેના પરિવારજનોને સેવા નિધિ સહિત 1 કરોડ રૂપિયાથી વધારે રકમ વ્યાજ સહિત મળશે. આ સિવાય બાકી બચેલી નોકરીનો પગાર પણ મળશે.
- જો કોઇ અગ્નિવીર ડિસેબલ થાય તો તેને 44 લાખ રૂપિયા સુધીની રકમ. આ સિવાય બાકી બચેલી નોકરીનો પગાર પણ મળશે.
- આખા દેશમાં મેરિટના આધારે ભરતીઓ થશે. જે લોકો આ ભરતીમાં પસંદ થશે તેમને ચાર વર્ષ માટે નોકરી મળશે.
કેટલી રહેશે સેલેરી
રક્ષા મંત્રાલયના મતે અગ્નિપથ યોજના અંતર્ગત યુવાઓને પ્રથમ વર્ષે 4.76 લાખ રૂપિયાનું વાર્ષિક પેકેજ મળશે. ચોથા વર્ષ સુધી વધીને 6.92 લાખ સુધી પહોંચી જશે. આ સિવાય અન્ય રિસ્ક અને હાર્ડશિપ ભથ્થા પણ મળશે, ચાર વર્ષની નોકરી પછી યુવાઓને 11.7 લાખ રૂપિયાની સેવા નિધિ આપવામાં આવશે. જેના પર કોઇ ટેક્સ લાગશે નહીં.
અગ્નિપથ યોજનાનો પગાર
પ્રથમ વર્ષમાં યુવાનોને 30 હજાર રૂપિયા માસિક વેતન પર રાખવામાં આવશે. EPF/PPFની સુવિધા સાથે, અગ્નિવીરને પ્રથમ વર્ષમાં ₹4.76 લાખ મળશે. ચોથા વર્ષ સુધીમાં પગાર 40 હજાર રૂપિયા એટલે કે વાર્ષિક 6.92 લાખ રૂપિયા થઈ જશે. (અગ્નિપથ યોજના આર્મી ભરતી)
કોણ છે અગ્નવીર?
અરજી પ્રક્રિયામાં તેમને સેનાનો સહયોગ પણ મળશે. સરકારની આ યોજના ત્રણ વર્ષ પછી પણ શ્રેષ્ઠ યુવાનોને આર્મીમાં રાખશે અને બાકીના લોકોને રાહત થશે. સેનાના અધિકારીઓએ આ અંગે ઉચ્ચ સરકારી અધિકારીઓને રજૂઆત કરી છે જેમણે યોજનાને સમર્થન આપ્યું છે.
સરકાર મેગ્માને નાબૂદ કરવા માટે સમગ્ર સૈન્ય ભરતી માટે આ યોજના લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છે. આનાથી લાખો યુવાનોને ફાયદો થશે અને આર્મીમાં સેવા આપીને પાછા આવનાર બાળકના મનોબળને કારણે સમગ્ર જાહેર અને ખાનગી ક્ષેત્રને પણ ફાયદો થશે.
અગ્નિપથ યોજના વય મર્યાદા
આ યોજના હેઠળ સૈનિકો અને એરમેનની ભરતી થશે. ઉંમર 17 થી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
અગ્નિપથ યોજના માહિતી માટે અહી ક્લિક કરો
Post a Comment